ગુજરાતમાં ધો.10 અને ધો.12ની બોર્ડ પરીક્ષાએ 27 ફેબ્રુઆરીથી ચાલુ થશે

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB)એ ધોરણ 10 અને ધોરણ 12ની બોર્ડ પરીક્ષાઓ 2025 માટે સત્તાવાર સમયપત્રક બહાર પાડ્યું હતું. આ સમયપત્રક અનુસાર, પરીક્ષાઓ 27 ફેબ્રુઆરીથી 13 માર્ચ, 2025 દરમિયાન યોજાશે.

ગુજરાત બોર્ડની ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા 27 ફેબ્રુઆરીથી શરૂ થશે અને તે 10 માર્ચ સુધી ચાલશે. પરીક્ષાને બે ભાગમાં વહેંચવામાં આવશે. પ્રથમ ભાગમાં 50 ગુણના OMR આધારિત પ્રશ્નપત્રો હશે, જેના માટે વિદ્યાર્થીઓ 60 મિનિટનો સમય હશે. સાયન્સના વિદ્યાર્થીઓ માટે પ્રાયોગિક પરીક્ષા 6 ફેબ્રુઆરીએ લેવામાં આવશે અને શાળાઓએ 21 ફેબ્રુઆરી સુધીમાં ઓનલાઈન શિક્ષણ બોર્ડને પ્રેક્ટિકલ પરિણામ સબમિટ કરવાનું રહેશે.

કોમર્સ અને આર્ટસ સ્ટ્રીમ માટે, ધોરણ 12ની પરીક્ષાઓ પણ 27 ફેબ્રુઆરીથી શરૂ થશે અને 13 માર્ચ સુધી ચાલશે. આ પરીક્ષાઓ વિષયના આધારે સવાર અને સાંજની અલગ-અલગ પાળીઓમાં લેવામાં આવશે.

સામાન્ય રીતે, ગુજરાત બોર્ડની પરીક્ષાઓ માર્ચના બીજા સપ્તાહમાં શરૂ થતી હોય છે, પરંતુ આ વર્ષે તે લગભગ બે અઠવાડિયા પહેલા એટલે કે ફેબ્રુઆરીમાં શરૂ થશે. પરિણામે, બોર્ડ એપ્રિલના અંત સુધીમાં ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ માટે પરિણામ જાહેર કરે તેવી અપેક્ષા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *