ત્રણ દિવસમાં 12થી વધુ ફ્લાઇટને બોંબથી ઉડાવી દેવાની ધમકી

બેંગલુરુ જતી અકાસા એર ફ્લાઇટ અને દિલ્હી જતી ઇન્ડિગો ફ્લાઇટને બુધવારે બોમ્બની ધમકીઓ મળી હતી. છેલ્લાં ત્રણ દિવસમાં ઓછામાં ઓછી 12 ફ્લાઇટને બોંબથી ઉડાવી દેવાની ધમકી મળી હતી અને તેનાથી આ ફ્લાઇટ્સનું ઇમર્જન્સી લેન્ડિંગ કરવું પડ્યું હતું.

અકાસા એરના પ્રવક્તાએ જણાવ્યું હતું કે ફ્લાઈટ QP 1335માં 3 શિશુઓ અને સાત ક્રૂ સભ્યો સહિત 177 વ્યક્તિઓ સવાર હતા. ફ્લાઈટ દિલ્હી પરત આવી હતી. દરમિયાન, ઈન્ડિગોની 6E 651 મુંબઈ-દિલ્હી ફ્લાઈટને અમદાવાદ તરફ રીડાયરેક્ટ કરવામાં આવી હતી. ઈન્ડિગોના પ્રવક્તાએ જણાવ્યું હતું કે વિમાનને અલગ કરવામાં આવ્યું હતું અને તમામ મુસાફરોને સુરક્ષિત રીતે નીચે ઉતારવામાં આવ્યા હતા.

આ ઉપરાંત મંગળવારે એર ઈન્ડિયાની દિલ્હી-શિકાગો ફ્લાઈટ ઉપરાંત દમ્મામ-લખનૌ ઈન્ડિગો ફ્લાઈટ, અયોધ્યા-બેંગલુરુ એર ઈન્ડિયા એક્સપ્રેસ, સ્પાઈસ જેટની દરભંગાથી મુંબઈની ફ્લાઈટ (SG116), બાગડોગરાથી બેંગલુરુ (QP 1373), મદુરાઈથી સિંગાપોર જતી એર ઈન્ડિયા એક્સપ્રેસ ફ્લાઈટ (IX 684)ને બોંબની ધમકી મળી હતી.
સોમવારે બે ઈન્ડિગો અને એર ઈન્ડિયાની એક ફ્લાઈટને ખોટી ધમકીઓ મળી હતી. તેમાં મુંબઈથી ન્યૂયોર્કના JFK એરપોર્ટ જતી એર ઈન્ડિયાની ફ્લાઈટ AI119 અને મસ્કત જતી ઈન્ડિગો ફ્લાઈટ 6E1275 અને જેદ્દાહ જતી ફ્લાઈટ 6E56નો સમાવેશ થાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *